Saturday, December 24, 2011

ચોકો સ્પોન્જ કેક

ડૉ.અંબર તરલ.


સામગ્રી-
મેંદો-૨ કપ.
દળેલી ખાંડ-૨ કપ.
સફેદ માખણ-૮૦ ગ્રામ.
બેકિંગ પાવડર-૨ લેવલ ટીસ્પૂન.
ખાવાનો સોડા-૧/૨ ચમચી લેવલ ટીસ્પૂન .
વેનીલા એસેન્સ-૮-૯ ટીપાં.
ચોકલેટ પાવડર-૫ ચમચા.
ડાર્ક ચોકલેટનાં નાના ટુકડા -૩ ચમચા.
દૂધ-દોઢ થી પોણા બે કપ(ખીરું બંને તેટલું)

પદ્ધતિ:
મેંદો,બેકિંગ પાવડર,સોડા અને ચોકલેટ પાવડર ૫ થી ૬  વાર ચાળી લો.
માખણ,ખાંડ,અને એસેન્સ ભેગા કરી એકજ દિશામાં ફીણી લેવું.
તેમાં લોટ વાળું મિશ્રણ થોડું થોડું ઉમેરીને હલાવતા જવું.
સાથે થોડું થોડું દૂધ પણ ઉમેરતા જવું.
ખીરું તેયાર થાય એટલે ચોકલેટના ટુકડા નાખી હલાવી ગ્રીસ કરેલા ટીન મા નાખી દો.
પ્રેશર કુકરમાં પાણી નાખ્યા વગર કાંઠલો મૂકી ગરમ થાય એટલે તરતજ આ ખીરું તેયાર કરી અંદર મૂકી દેવું.
કુકરના ઢાંકણા ને વ્હીસલ મુક્યા વગર બંને હેન્ડલ બંધ કરતા હોઈએ તેમ હેન્ડલ  "V"આકાર મા રહે તેવીરીતે ઢાંકણ મૂકી દો.
મદ્ધ્યમ આંચ પર ૨૦ થી ૨૫ મીનીટ થવાદેવું.
બહાર કાઢી ઠંડું પડે એટલે ઉંધુ પાડી બહાર કાઢી લેવું.
જરૂર હોય તો ફ્રેશ ક્રીમ અને આઈસિંગ સુગર થી આઈસિંગ કરી લેવુ

નોંધ:
ઓવનમાં પણ બેક કરી શકાય.



ફણગાવેલી મેથીનો હાંડવો

ડૉ.અંબર તરલ.


સામગ્રી:
હાંડવા નો લોટ-૩૦૦  ગ્રામ
મેથીના ફણગાવેલા દાણા-૫૦ ગ્રામ.
ફણગાવેલા મિક્સ કઠોળ-૧૦૦ ગ્રામ.
લીલી મેથી નાં પાન-૧૦૦ ગ્રામ.
દુધી/કોબીચ -૧૦૦ ગ્રામ.
ગોળ-૨૦ ગ્રામ.
ખાટું દહીં-૮૦ ગ્રામ.
આદુ,મરચા લસણ ની પેસ્ટ-૨ ચમચી.
તેલ-૬ ટેબલસ્પૂન.
તલ,રાઈ,હિંગ,મીઠો લીમડો,મીઠું,હળદર,આખા લાલ સુકા મરચા.

પદ્ધતિ:
હાંડવાના લોટ મા દહીં,૧ ચમચો તેલ,નાખી હુંફાળા પાણીથી પલાળી ૮ થી ૧૦ કલાક આથો આવવા ગરમ  જગ્યાએ રાખવું.
કઠોળને બાફી લેવા.
મેથીના પાન,ફણગાવેલી  મેથી,દુધી,ગોળ,આદુવાળી પેસ્ટ, મીઠું અને હળદર ખીરામાં નાખી બરાબર હલાવી લો.
હાંડવાના કુકરમાં તેલ લગાવી તેમાં ખીરું રેડી દો.
તેલ ગરમ કરી લીમડો,રાઈ,તલ,આખા મરચા,અને હિંગ નાખી વઘાર તેયાર કરી ખીરા ઉપર રેડી દો.
હાંડવો કથ્થાઈ રંગ નો થાય ત્યાં સુધી ચડવા દેવો.(આશરે ૨૦ મીનીટ વધુ તાપે અને પછી ૨૫ મીનીટ ધીમા તાપે)
નોધ:
જો ઓવન મા મુકવો હોય તો ઓવન ટ્રેમા ગ્રીસિંગ કરી ઉપર પ્રમાણે તેયારી કરી ઓવનમાં જરૂર પ્રમાણે બનાવી શકાય.

Milky jelly

સામગ્રી:
દૂધ-૨૦૦ મિલી.
ચાઈનાગ્રાસ-૪૦ ગ્રામ
ખાંડ-૨૫ ગ્રામ.
ગુલકંદ-૧ ચમચી.

પદ્ધતિ:
દૂધ ઉકાળી તેમાં ચાઈના ગ્રાસ અને ખાંડ નાખવી.
બે મીનીટ ઉકાળી ,નીચે ઉતારી લેવું,
ઠંડું પડે એટલે તેમાં ગુલકંદ નાખી મિક્સ કરવું.
કાચના કટોરા મા રેડી ડીપ ફ્રીઝ મા સેટ કરવા મુકવું.
સજાવટ માટે ફીણેલું ક્રીમ વાપરી શકાય.

Friday, December 16, 2011

પાઈનેપલ પુડિંગ.

સામગ્રી:                                        ડૉ .અંબર તરલ 
પાઈનેપલ ના ટુકડા-૧/૨ કપ,(ટીન )
પાઈનેપલ જેલીના ક્રિસ્ટલ -૧ પેકેટ (૮૦ થી ૯૦ ગ્રામ)
પાણી-૨ કપ
૧૨૦ ગ્રામ તાજું ક્રીમ
૩ ચમચા દળેલી ખાંડ.
૨ કપ પાઈનેપલ /વેનીલા આઈસ્ક્રીમ
૧૦ નંગ ચેરી

પદ્ધતિ:
સૌ પ્રથમ પાણી ગરમ કરી જેલી ક્રિસ્ટલ તેમાં ઓગાળી ફ્રીજ માસેમી સેટ કરો.
તેને બહાર કાઢી,આઈસ્ક્રીમ મા ઉમેરી બીટર થી બીટ કરી એકરસ કરી દો.
પાઈનેપલના ટુકડા ઉમેરી તરતજ સર્વિંગ બાઉલમાં રેડી ,ફરી ફ્રીજમાં સેટ થવા મુકો.
ક્રીમ મા ખાંડ ઉમેરી વ્હીપ કરો,કડક જેવું થાય એટલે પુડિંગ પર ડેકોરેટ કરો.
ચેરી થી સજાવી પીરસો.

નોધ:
આજ પદ્ધતિથી સ્ટ્રોબેરી,સફરજન,મિક્સ ફ્રુટ,ઓરેંજ કે અન્ય પુડિંગ બનાવી શકાય છે.





Wednesday, November 30, 2011

સ્વાદ સરગમ                            ડૉ.અંબર તરલ 

સોયા રોલ્સ 

સામગ્રી:
સોયા વડી (નગેટ)-૧૦૦ ગ્રામ,
બટાકા-૨ નંગ,
ફણસી-૫૦ ગ્રામ,
ગાજર-૧ નંગ,
બ્રેડ ક્ર્મ્બ્સ -અડધી વાડકી અથવા જરૂર પ્રમાણે.
આદુ-મરચાંનીપેસ્ટ-૨ ચમચી,
કોથમીર-૨ ડાળી,
લીંબુ
મીઠું
તેલ

પદ્ધતિ-

સોયા વડી ને ક્રશ કરી તેની પર ગરમ પાણી રેડી અડધો કલાક પલાળી રાખો,
બટાકા બાફી ,છોલીને છુંદી લો,તેમાં બાફેલા ફણસી,ગાજર ઉમેરો,
સોયા વડી ,મસાલો ,બ્રેડ ક્રમ્બ્સ, લીંબુનો રસ તથા કોથમીર નાખો,
બધું બરાબર મિક્સ કરી રોલ વાળો અને ગરમ તેલમાં તળી લો.
લીલી ચટની તથા ટામેટા સોસ જોડે સર્વ કરો.




Saturday, November 26, 2011

દાલ-એ-દાવત

સ્વાદ સરગમ                                                    ડૉ.અંબર તરલ.

દાલ-એ-દાવત 

સામગ્રી-
તુવેર દાળ-૧/૪ વાડકી ,
અડદ દાળ-૧/૨ વાડકી,
મગદાળ-૧/૨ વાડકી,
મસુર-૩ ચમચી.
ડુંગળી-૨ નંગ,
લસણ-૬-૭ કાળી,
આદુ -૧' ટુકડો,
દહીં-૨ ચમચી,
ઘી-૩ ચમચી,
મલાઈ અથવા ક્રીમ-૨ ચમચી,
ગરમ મસાલા પાવડર-૨ ચમચી,
ધાણાજીરું-૧ ચમચી,
હળદર-ચપટી.
મીઠું,
તાજ-૨ ટુકડા,
લવિંગ-૪-૫ નંગ,
તમાલપત્ર-૧ નંગ.

પદ્ધતિ :
દાળ અને મસુર ધોઈને વધારે પાણી સાથે બાફી લો,
આદુ અને લસણની લાંબી પાતળી ચીરી કરીલો,
ડુંગળીને ઝીણી સમારી લો,
એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં તમાલપત્ર,તજઅને લવિંગ નાખી તતડવા દો.
તેમાં આદુ-લસણ નાખી એક મીનીટ સાંતળો,
ડુંગળી ઉમેરી કલર બદલાય ત્યાં સુધી સાંતળો,
એક વાડકીમાં ગરમ મસાલો,મીઠું,ધાણાજીરું ,હળદર,અને દહીં નાખી દસ મીનીટ રાખી મુકો,
આ પેસ્ટને ડુંગળીમાં નાખી સાંતળો,
ઘી છુટું પડે એટલે દાળ વલોવ્યા વગર તેમાં ઉમેરી જરૂર જેટલું પાણી નાખી ઉકળવા દો,
દાળ પાતળી નાં થાય તેનું ધ્યાન રાખવું,
બરાબર ઉકળી જાય ત્યારે ગેસ પરથી  ઉતારી,ઉપર મલાઈ નાખી પીરસો.



Sunday, November 13, 2011

PANEER CHOCO


SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral.


                                               Paneer Choco:
                                                                                       
Ingredients:
  • Fresh paneer:200 grams.
  • Chocolate powder-2 tea spoon.
  • Small pieces of milk chocolate.
  • Grinded suger-5 tea spoon
  • Dark chocolate:100 grams.
Method:
  1. Great panir and make it soft by hand.
  2. Add chocolate powder, sugar and chocolate pieces, mix it.
  3. Make small balls.
  4. Melt dark chocolate in double boiler.
  5. Pour it on panir balls, and put it in the deepfreeze until it become hard.
  6. Put it in chiller and use it.
પનીરચોકો                                            
સામગ્રી:                                                  
  • તાજું પનીર :૨૦૦ ગ્રામ                                            
  • ચોકલેટ પાવડર:૨ ચમચી.                           
  • મિલ્ક ચોકલેટ ના ઝીણા ટુકડા.                                
  • દળેલી ખાંડ:૫ ચમચી.                                                
  • ડાર્ક ચોકલેટ ૧૦૦ ગ્રામ.  
પદ્ધતિ:
  1. પનીરને છીણી લો, અને મસળીને સોફ્ટ બનાવો.
  2. તેમાં ચોકલેટ પાવડર,ખાંડ અને ચોકલેટના ટુકડા નાખી મિક્સ કરો.
  3. નાના ગોળા બનાવી લો.
  4. ડાર્ક ચોકલેટને ડબલ બોઈલરમાં મૂકી ઓગાળી લો.
  5. પનીરના ગોળા ઉપર ચોકલેટ સોસ રેડી ,તરતજ ફ્રીઝરમાં થોડીવાર મૂકી દો.
  6. ચોકલેટ જામી જાય એટલે નીચે ચીલરમાં મૂકી ,ઉપયોગ માં લો.