Saturday, December 24, 2011

ફણગાવેલી મેથીનો હાંડવો

ડૉ.અંબર તરલ.


સામગ્રી:
હાંડવા નો લોટ-૩૦૦  ગ્રામ
મેથીના ફણગાવેલા દાણા-૫૦ ગ્રામ.
ફણગાવેલા મિક્સ કઠોળ-૧૦૦ ગ્રામ.
લીલી મેથી નાં પાન-૧૦૦ ગ્રામ.
દુધી/કોબીચ -૧૦૦ ગ્રામ.
ગોળ-૨૦ ગ્રામ.
ખાટું દહીં-૮૦ ગ્રામ.
આદુ,મરચા લસણ ની પેસ્ટ-૨ ચમચી.
તેલ-૬ ટેબલસ્પૂન.
તલ,રાઈ,હિંગ,મીઠો લીમડો,મીઠું,હળદર,આખા લાલ સુકા મરચા.

પદ્ધતિ:
હાંડવાના લોટ મા દહીં,૧ ચમચો તેલ,નાખી હુંફાળા પાણીથી પલાળી ૮ થી ૧૦ કલાક આથો આવવા ગરમ  જગ્યાએ રાખવું.
કઠોળને બાફી લેવા.
મેથીના પાન,ફણગાવેલી  મેથી,દુધી,ગોળ,આદુવાળી પેસ્ટ, મીઠું અને હળદર ખીરામાં નાખી બરાબર હલાવી લો.
હાંડવાના કુકરમાં તેલ લગાવી તેમાં ખીરું રેડી દો.
તેલ ગરમ કરી લીમડો,રાઈ,તલ,આખા મરચા,અને હિંગ નાખી વઘાર તેયાર કરી ખીરા ઉપર રેડી દો.
હાંડવો કથ્થાઈ રંગ નો થાય ત્યાં સુધી ચડવા દેવો.(આશરે ૨૦ મીનીટ વધુ તાપે અને પછી ૨૫ મીનીટ ધીમા તાપે)
નોધ:
જો ઓવન મા મુકવો હોય તો ઓવન ટ્રેમા ગ્રીસિંગ કરી ઉપર પ્રમાણે તેયારી કરી ઓવનમાં જરૂર પ્રમાણે બનાવી શકાય.

No comments:

Post a Comment