Saturday, October 22, 2011

PANEER CRISPY

SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral.
PANEER CRISPY

Ingredients:
  • Paneer-200 gm.
  • Curd-50 gm
  • Mint leaves-few
  • Coriander leaves
  • Bengal gram flour-2 tea spoon.
  • Rock salt, Salt, Garam masaalo, Chilli powder, Dry mango powder.(AS required)

Method:
  1. Cut panir into big pieces.
  2. Finally Cut mint and coriander.
  3. Mix curd, bengalgram folur, and all dry powders to gather.
  4. Piercing panir by fork and add in to curd mixer.
  5. Keep it aside at least for half an hour
  6. Fry it in oil until it become crispy or pink in color.
  7. Chat masaala should be added.
  8. Serve with mint chutney.

પનીર ક્રિસ્પી : 
સામગ્રી:-          
  • પનીર-૨૦૦ ગ્રામ 
  • દહીં-5૦ગ્રામ,     
  • ફુદીનો-૨ ડાળી           
  • કોથમીર-૨ ડાળી                                 
  • ચણાનો લોટ -૨ ચમચી                 
  • સંચળ ,મીઠું,ગરમ મસાલો,મરચું પાવડર,આમચૂર પાવડર  (જરૂર પ્રમાણે.)


પદ્દતિ :

  1. પનીરને મોટા ટુકડામાં કાપી લો,
  2. ફૂદીના,કોથમીર ને એકદમ ઝીણા સમારી લો,
  3. એક વાટકામાં દહી ,ચણાનો લોટ અને બધો કોરો મસાલો કોથમીર,ફુદીનો મિક્સ કરો,
  4. પનીરને કાંટા થી કાણા પાડી દહીમાં નાખી હલાવી લો.
  5. એને ઢાંકીને અડધો કલાક રેહવા દો.
  6. તેલ ગરમ મૂકી પનીરને ગુલાબી રંગનું તાળી લો.
  7. ઉપર ચાટ મસાલો ભભરાવી શકાય.
  8. ફૂદીના ની ચટની સાથે પીરસો.
  

PANEER POHA

SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral.
Paneer Poha                              

Ingredients:
  • Rice Flex-100 gm,
  • panir 100 gm,
  • onion 1 no.
  • green chili-2 nos.
  • bay leaves-1 stick
  • lemon 1/2
  • oil as required.
  • Sesame, mustard, salt,(sugar) asafetida, as you like
  • coriander leaves-few.

Method:
  1. Wash rice flex, great panir.
  2. Put 3 tb spoon of oil, add masterd, sesame, chili pieces bay leaves and asafetida, crackle it
  3. Add chopped onion and stir it until it become pink in color.
  4. Add Panir,stir it, then add   salt,sugar,lemonjuice,and rice flex, mix well.
  5. Add 2 spoon of water take away from heat, cover it and keep it for few minutes.
  6. Add Coriander leaves and serve hot.
    Note: 100 gm Rice flex contain 20 mg Iron, Panir contain calcium, protein.Coriender, Bay leaves, and green chili contain-vitamin-c, Iron and Fibers.

 
પનીર પૌવા.
સામગ્રી:
  • પૌવા-૧૦૦ ગ્રામ
  • પનીર -૧૦૦ ગ્રામ
  • ડુંગળી -૧ નંગ
  • લીલા મરચા-૨ નંગ
  • મીઠોલીમડો -૧ ડાળી
  • લીંબુ-૧/૨
  • તેલ જરૂર પ્રમાણે
  • તલ,રાઈ,મીઠું(,ખાંડ),હિંગ -સ્વાદ અનુસાર
  • કોથમીર
પદ્ધતિ:
  1. પૌવા ને ધોઈ ને પલાળી રાખો.પનીર ને છીણી લો.
  2. એક કડાઈમાં ૩ ચમચી તેલ મૂકી ,તેમાં રાઈ,તલ,મરચાના ટુકડા,લીમડો તથા હિંગ નાખો.
  3. તતડી જાય એટલે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો,
  4. ગુલાબી થાય એટલે પનીર નાખો,સહેજ હલાવી તેમાં મીઠું,ખાંડ,લીંબુ,ઉમેરી પૌવા નાખો તથા  ભેળવી દો,
  5. ૨ ચમચી પાણી છાંટી ગેસ બંધ કરી  ઢાંકી દો,
  6. કોથમીર ભભરાવી પીરસો. 
નોધ:પૌવા માં ૧૦૦ ગ્રામે ૨૦ મીલીગ્રામ આયર્ન હોય છે.પનીર માં કેલ્શ્યમ ,પ્રોટીન રહેલા છે.કોથમીર,લીમડો ,મરચા માં વિટામીન સી,આયર્ન તથા રેસા હોય છે.
       

KAJU BHUJIYA

SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral.

KAJU BHUJIYA.               

Ingredients:
  • Cashunut-100 grams
  • Gram Flour:4 Tea spoon.
  • Rock salt, salt, black pepper powder, chaat masaala, dry mango powder,(As you like)
  • Oil for fry.
METHOD:
  1. Spread little oil on cashunut.
  2. Add all dry powders in o gram flour; add half tea spoon of water and spread on it.
  3. Mix all together and keep in side for half an hour.
  4. Fry in hot oil.
  5. Spread red chili powder and chat masaala.
કાજુ ભુજીયા:                                               
સામગ્રી:                                                      
  • કાજુ:૧૦૦ ગ્રામ                                            
  • ચણાનો લોટ ૪ ચમચી
  • સંચળ,મીઠું,મરીપાવડર,ચાટ મસાલો,આમચૂર પાવડર.(જરૂર પ્રમાણે)
  • તળવા માટે તેલ.                                                       
પદ્ધતિ:
  1. કાજુને તેલવાળો હાથ ફેરવી દો. 1
  2. ચણાના લોટમાં બધો મશાલો નાખી ,તેને કાજુ ઉપર ભભરાવી દો ,અડધી ચમચી જેટલું પાણી લઇ તેની ઉપર છાંટી દો.
  3. બરાબર મિક્સ કરી અડધો કલાક મૂકી રાખો.
  4. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં કાજુ તાળી લો.
  5. નીચે ઉતારી લાલ મરચું,અને ચાટ  મસાલો ભભરાવી દો.




Nutritious Recipe for Children



SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral
Date: 20/9/2011

બાળકો માટે પૌષ્ટિક વાનગી
            
ઘણા મિત્રો અને ખાસ કરીને ગૃહિણીઓ મને હમેશા બાળકોના નાસ્તા વિષે પૂછે છે.
મિત્રો ,આ બાબત ઘણી મહત્વ ની છે ,કારણકે બાળકો ની શારીરિક તથા માનસિક વૃદ્ધિ ઝડપ થી થાય છે.ઉપરાંત બાળકો અતિ ચંચળ અને સતત પ્રવૃત્તિશીલ હોય છે.આ તમામ માં કેલરી તથા દરેક પોષક તત્વો વિશેષ અને ઉત્તમ જોઈએ છે.ચાલો આજે બાળકોને મહત્તમ પોષણ માળી રહે તેવી વાનગી જાણીએ.

NUTRITIOUS DHOKALAA OF SPROUTS :


Ingredients:                             
  • 100 gm.yellow dhokalaa flour.
  • 50 gm millet vada flour.
  • 50 gm sprouted green gram .
  • 50 gm sprouted groundnuts.
  • 100 gm sweet guard.
  • 50 gm fenugreek green leaves.
  • 3 no. green chilies.
  • ½ inch piece ginger.
  • 3 tb spoon curd.
  • 1/2 tb spoon fenugreek seeds,
  • 3  tb spoon oil
  • Salt to taste.
Method:
  1. Mix both the flours ,add fenugreek seeds,1 tb spoon oil, and curd, mix it well ,add warm water and make better .
  2. Keep it for fermentation for over night.
  3. Add salt, oil cut leaves of fenugreek, grated guard, halfly crushed sprouts, chili ginger paste. Mix all together and pour it in a steamer. to cook for 10 minutes.
  4. After taking it out spread 1 spoon of oil on it and make pieces.
Note : You can crackle mustard seeds, asafetida, sesame, curry leaves in oil and pour it on prepared dhokalaa.

Nutrients : Increase in Vitamin B-complex ,fibers, vitamins and proteins .Also become soft and easily digestible.

ફણગાવેલા કઠોળ તથા શિંગ નાં પૌષ્ટિક ઢોકળા.:
સામગ્રી:
૧૦૦ ગ્રામ પીળા ઢોકળાનો લોટ
૫૦ ગ્રામ બાજરી નાં વડાનો લોટ
૫૦ ગ્રામ ફણગાવેલા મગ
૫૦ ગ્રામ ફણગાવેલા શિંગ દાણા
૧૦૦ ગ્રામ દુધી
૫૦ ગ્રામ મેથીની ભાજી,                   
૩ લીલા મરચા
૧/૨ ઈંચ આદૂ 
૩ ચમચી દહીં
૧/૨ ચમચી મેથી નાં દાણા
૩  ચમચી તેલ
મીઠું સ્વાદ પ્રમાણે.                                        

 
પદ્ધતિ.
  1. બંને લોટ ભેગા કરી તેમાં મેથીના દાણા,૧ ચમચી તેલ અને  દહીં નાખી ગરમ પાણી થી લોટ પલાળી દો.
  2. તેને આખીરાત આથો આવવા દીધા પછી તેમાં મીઠું અને તેલ નાખી ફીણી લો. ભાજી ધોઈને ઝીણી સમારો,દુધી છીણી લો.મગ,મઠ,શીંગને કાકરી વાટી લો.આદુ મરચા ની પેસ્ટ બનાવી લો.અને તેને ખીરામાં ભેળવી દો.
  3. થાળીમાં જરાક તેલ લગાવી ખીરું પાથરી વરાળે બાફી લો.
  4. નીચે ઉતારી ૧/૨ ચમચી તેલ રેડી ઠંડું પડે એટલે કટકા કરી લો.
નોધ:જરૂર લાગે તો તેલ,રાઈ,હિંગ,તલ,તથા મીઠા લીમડાનો વઘાર કરો.

             ફણગાવવા તથા આથો લાવવાની ક્રિયા દરમ્યાન વાનગીમાં વિટામીન B-complex નો વધારો થાય છે,શાક ને કારણે રેસા તથા વીટામીન માં વધારો થાય છે.મેથી નાં દાણા ને કારણે વાનગી પોચી  બને છે. અનાજ અને કઠોળ ની મેળવણી થી પ્રથમ કક્ષા નું પ્રોટીન મળે છે.



KAJU MAISUR


SWAD SARAGAM
સ્વાદ સરગમ
Dr.Amber Taral.

 
 KAJU MAISUR:                     
 Ingredients:

  • Gram flour-1 cup
  • Cashunut-10 ns.
  • Ghee-3 cups.
  • Sugar -3.5 cup
Method:

  1. Sieve the flour. Cut Cashunut into small pieces.
  2. Add 2cup water in sugar and heat it .During the process stir it .Prepare sugar syrup on high flame for 5 minutes.
  3. Add half cup ghee, mix it, and add gram flour and cashunut stir it until it starts bubbling.
  4. Add half cup ghee again; follow these processes with remaining ghee .Every time when you add ghee make sure it looks like foam.
  5. After this when it starts leaving flavor of gram flour, pour this mixture in to greased trey. 
  6. Let it cools for some time cut it into pieces.
કાજુ મેસૂર:                                                  
સામગ્રી:                                                                     
  • ચણાનો લોટ -૧ કપ                                                  
  • કાજુ -૧૦ નંગ
  • ઘી-૩ કપ
  • ખાંડ-૩.૫ કપ                                                              .
પદ્ધતિ:                                                                       
  1. ચણાનો લોટ ચાળી લો.
  2. કાજુના ઝીણા ટુકડા કરી લો
  3. ખાંડ માં ૨ કપ પાણી નાખી હલાવતા જઈને ગરમ કરો.પછી એક તારની ચાસની બને તેટલી અથવા ૫ મીનીટ સુધી વધુ તાપે ઉકળવા દો.
  4. તેમાં અડધો કપ ઘી નાખી મિક્સ કરો,તેમાં ધીર-ધીરે ચણાનો લોટ તથા કાજુ ભેળવો.
  5. મિશ્રણમાં પરપોટા થાય ત્યાં સુધી સતત હલાવતા જાવ.
  6. ફરી અડધો કપ ઘી મેળવો ,એમ બધું ધી અડધા કપ ના માપ થી નાખતા જવું,પણ દરેક વખતે ઘી નાખીએ ત્યારે ફીણ જેવું થવું જોઈએ.
  7. આ પ્રક્રિયા પૂરી થાય એટલે ચણાનાલોટ ની સુગંધ આવાવા લાગશે,ત્યારબાદ તેને ચીકાશ વાળી થાળીમાં રેડી દેવું
  8. ઠંડું થાય એટલે ટુકડા કાપવા.