Saturday, November 26, 2011

દાલ-એ-દાવત

સ્વાદ સરગમ                                                    ડૉ.અંબર તરલ.

દાલ-એ-દાવત 

સામગ્રી-
તુવેર દાળ-૧/૪ વાડકી ,
અડદ દાળ-૧/૨ વાડકી,
મગદાળ-૧/૨ વાડકી,
મસુર-૩ ચમચી.
ડુંગળી-૨ નંગ,
લસણ-૬-૭ કાળી,
આદુ -૧' ટુકડો,
દહીં-૨ ચમચી,
ઘી-૩ ચમચી,
મલાઈ અથવા ક્રીમ-૨ ચમચી,
ગરમ મસાલા પાવડર-૨ ચમચી,
ધાણાજીરું-૧ ચમચી,
હળદર-ચપટી.
મીઠું,
તાજ-૨ ટુકડા,
લવિંગ-૪-૫ નંગ,
તમાલપત્ર-૧ નંગ.

પદ્ધતિ :
દાળ અને મસુર ધોઈને વધારે પાણી સાથે બાફી લો,
આદુ અને લસણની લાંબી પાતળી ચીરી કરીલો,
ડુંગળીને ઝીણી સમારી લો,
એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં તમાલપત્ર,તજઅને લવિંગ નાખી તતડવા દો.
તેમાં આદુ-લસણ નાખી એક મીનીટ સાંતળો,
ડુંગળી ઉમેરી કલર બદલાય ત્યાં સુધી સાંતળો,
એક વાડકીમાં ગરમ મસાલો,મીઠું,ધાણાજીરું ,હળદર,અને દહીં નાખી દસ મીનીટ રાખી મુકો,
આ પેસ્ટને ડુંગળીમાં નાખી સાંતળો,
ઘી છુટું પડે એટલે દાળ વલોવ્યા વગર તેમાં ઉમેરી જરૂર જેટલું પાણી નાખી ઉકળવા દો,
દાળ પાતળી નાં થાય તેનું ધ્યાન રાખવું,
બરાબર ઉકળી જાય ત્યારે ગેસ પરથી  ઉતારી,ઉપર મલાઈ નાખી પીરસો.



No comments:

Post a Comment