Wednesday, November 30, 2011

સ્વાદ સરગમ                            ડૉ.અંબર તરલ 

સોયા રોલ્સ 

સામગ્રી:
સોયા વડી (નગેટ)-૧૦૦ ગ્રામ,
બટાકા-૨ નંગ,
ફણસી-૫૦ ગ્રામ,
ગાજર-૧ નંગ,
બ્રેડ ક્ર્મ્બ્સ -અડધી વાડકી અથવા જરૂર પ્રમાણે.
આદુ-મરચાંનીપેસ્ટ-૨ ચમચી,
કોથમીર-૨ ડાળી,
લીંબુ
મીઠું
તેલ

પદ્ધતિ-

સોયા વડી ને ક્રશ કરી તેની પર ગરમ પાણી રેડી અડધો કલાક પલાળી રાખો,
બટાકા બાફી ,છોલીને છુંદી લો,તેમાં બાફેલા ફણસી,ગાજર ઉમેરો,
સોયા વડી ,મસાલો ,બ્રેડ ક્રમ્બ્સ, લીંબુનો રસ તથા કોથમીર નાખો,
બધું બરાબર મિક્સ કરી રોલ વાળો અને ગરમ તેલમાં તળી લો.
લીલી ચટની તથા ટામેટા સોસ જોડે સર્વ કરો.




No comments:

Post a Comment